...

અન્નનળી નું સાંકળુ થઈ જવું

  • જે નળી દ્વારા ખોરાક-પાણી હોજરીમાં જાય છે તેને અન્નનળી કહીએ છીએ તે કેટલીક વાર સાંકડી થઈ જાય છે. જે માણસને લાંબા સમયથી હોજરીનો એસિડ ઊપર ચડતો (એસિડ રિફ્લ્ક્ષઅથવા ગર્ડનો રોગ) હોય તેની અન્નનળી સાંકડી થઈ જવાની શક્યતાઓ રહેલી છે. એસિડ વારંવાર હોજરીમાંથી અન્નનળીમાં આવી જતો હોયતો તેને કારણે અન્નનળીની અંદરનીદીવાલમાં ઉઝરડાં પડ્યા હોયતેવું થઈ જાય છે. આને કારણે અન્નનળી સમય જતા સાંકડી થઈ જાય છે. (અન્નનળી, હોજરીતથા નાના આંતરડાંનો શરૂઆતનો (ડ્યુઓડિનમ) ભાગ પાચનતંત્રના ઊપલો હિસ્સો ગણાય છે.)

    અન્નનળી સાંકડી થઈ જવાના બીજા કારણો નીચે મુજબના હોયશકે છે

    • અન્નનળીનું અગાઉકરવામાં આવેલું ઓપરેશન
    • કેન્સર જેવા રોગો માટે કરવામાં આવતીરેડિએશન સારવાર
    • અન્નનળીને ઇજા પહોંચાડે તેવીકોઇવસ્તુગળી જવાથી જેમ કે સાફ સફાઈ માટે વપરાતા સાબુ કે પ્રવાહીઓ, ડાય, નાની ગોળ બેટરીવગેરે
    • અન્નનળીમાં આવેલી નસો પહોળી થઈ ગઈ હોયતો તેનીસારવારને કારણે (અંગ્રેજીમાં આ રોગને ઇસોફેગલવરાયસિસકહે છે.)
    • કેન્સર
    • એક પ્રકારનીએલર્જી જેને દાક્તરી ભાષામાં ઇસિનોફિલીક ઇસોફેગાઇટીસકહે છે.

તકલીફ પડે તે આ રોગનું મુખ્યલક્ષણ છે. ડૉક્ટર તેને ‘ડાય્સ્ફેજીઆ’ કહે છે. ખાવાનું કે દવાની ગોળી ગળામાં ફસાઈ ગઈ હોયતેવું પણ તમને લાગે.આ રોગનીશરૂઆતમાં ખોરાક ગળવામાં જ તકલીફ થતી હોય છે પરંતુ સમય જતા પ્રવાહી પદાર્થો ગળવામાં પણ તકલીફ પડે છે.

જો તમને હોજરીમાંથી એસિડ ઊપરચડતો હોય (એસિડ રિફ્લ્ક્ષ) તો નીચે પ્રમાણેના લક્ષણો પણ તમે અનુભવી શકો છો-

  • છાતીમાં બળતરા થતીહોયતેવું લાગે (જેને હાર્ટ બર્ન કહે છે.)
  • ગળામાં બળતરા થાય અથવા તો ખટાશ લાગે
  • પેટમાં અથવા છાતીમાં દુ:ખાવો થાય
  • બોલો ત્યારે અવાજઘોઘરો કે કર્કશ લાગે
  • કોઇ પણ કારણ વગર ઊધરસ થાય

જો આપના ડૉક્ટરને એમ લાગે કે તમને આ રોગ થયો છે તો તમને નીચે પ્રમાણેના એક અથવાબન્ને ટેસ્ટ કરાવવાનીસૂચનાઆપશે.

  • બેરિયમસ્વેલો  આ ટેસ્ટ કરતા પહેલા આપને બેરિયમનું દ્રાવણ પીવડાવવામાં આવે છે જે એક્સરેમાં સ્પષ્ટ રૂપે દેખાય છે. ત્યાર પછી આપના એક્સ રે પાડીને જોવામાં આવે છે કે બેરિયમનું દ્રાવણઅન્નનળીદ્વારા પેટમાં ગયું છે કે અન્નનળીમાં જઅટકી ગયું છે કે એકદમ ધીમે ધીમે આગળ વધે છે.
  • એન્ડોસ્કોપી  આપના ડૉક્ટર એક પાતળી નળી જેના આગળના છેડે એક કેમેરાહોય છે તે આપના મોંમાં દાખલ કરી અન્નનળીમાંથી પસાર કરી હોજરીમાં પહોંચાડે છે. ડૉક્ટર અન્નનળી અને હોજરીની દીવાલ (લાયનિંગ) તપાસે છે. ડૉક્ટર લાયનિંગમાંથી કેટલાક કોષો કાઢી લઈ તેને માઇક્રોસ્કોપ યંત્રદ્વારાતપાસે છે.
  • (પાચનતંત્રનાઊપરનાભાગનીએન્ડોસ્કોપી કરવા માટે ડૉક્ટર આપને ચત્તા સૂવડાવશે. ગળા વાટે એક પાતળી નળી જેની આગળના ભાગમાં કેમેરા અને લાઈટ હોય છે (આ સાધનને એન્ડોસ્કોપ કહે છે) તેને અન્નનળી માંથી પસાર કરી હોજરી અને નાના આંતરડાંના શરૂઆતના ભાગ સુધી લઈ જાય છે. નાના આંતરડાંના શરૂઆતના ભાગને   અંગ્રેજીમાં ડ્યુઓડિનમ કહે છે. કેમેરા આ બધા ભાગના ફોટા પાડી લઈ તેને ડોક્ટરના ટીવીના પડદા પર દેખાડે છે. આમ ડૉક્ટર આપની અન્નનળી, હોજરી અને નાના આંતરડાંના શરૂઆતના ભાગને જોઇ તપાસી શકે છે.)

આ રોગની મુખ્ય સારવાર અન્નનળીને પહોળી કરવાની છે જે પ્રક્રિયાને ‘ઇસોફેગલ ડાયલેશન’ કહે છે. આ પ્રોસેસ સામાન્ય રીતે એન્ડોસ્કોપી કરતી વખતે જ કરી લેવામાં આવે છે.

જો તમારે ‘ઇસોફેગલડાયલેશન’ કરાવવાનું હોયતો ડૉક્ટર આપ રિલેક્સ રહો તેવી દવા આપે છે. ત્યાર પછી ડૉક્ટર બેમાંથી એક રીતે આ કામ કરી શકે છે-

  • નક્કર નળી જેવા સાધનના ઉપયોગદ્વારા આ પ્રક્રિયા દરમ્યાન ડૉક્ટર અલગ અલગ માપની નક્કર પણ લચીલી નળીઓ એક પછી એક ગળાની નીચે ધકેલતા રહે છે.શરૂઆત નાના માપની નળી થી કરી ધીરે ધીરે વધારે અને વધારે ગોળાઈની નળીઓ અન્નનળીમાં ઊતારતા રહે છે. જ્યાં સુધીઅન્નનળી જરૂર પ્રમાણે પહોળી ન થઈ જાય ત્યાં સુધી આમ કરે છે.
  • ફુગ્ગાનો (બલૂન) ઉપયોગ કરીને   આ પ્રક્રિયામાં એક નળી જેના આગળના ભાગે બલૂન હોય છે તે અન્નનળીમાં ઊતારે છે. જ્યારે તે અન્નનળીના સાંકડા ભાગ સુધી પહોંચે છે. ત્યારે બલૂનને ફૂલાવવામાંઆવે છે જેને કારણે અન્નનળીનો સાંકડો થઈ ગયેલો ભાગ પહોળો થઈ જાય છે. ત્યાર પછી બલૂનને નળી સાથે બહાર ખેંચી લેવામાં આવે છે.

અન્નનળી પહોળીકરવાની પ્રક્રિયા પછી દર્દી ને પ્રોટોન પમ્પ ઇન્હીબીટરથ (પી. પી. આઈ) પ્રકારની દવા આપવી પડે છે. આ પ્રકારની દવાઓ પેટમાં એસિડ થવા દેતી નથી અને આમ અન્નનળીને રુઝાવામાં મદદ મળે છે તથા તે ફરીથી સાંકડી થતી અટકાવે છે

જો અન્નનળી વધારે પડતી સાંકડી થઇ ગયી હોય અથવા તો અન્નનળી ફરી સાંકડી થયી જાય તો કેટલાક દર્દીઓને એક કરતા વધારે વખત આ પ્રક્રિયા કરવી પડે છે છતાં પણ જો દર્દી ને વધારે વખત આ પ્રક્રિયા કર્યા પછી તકલીફ રહેતી હોય તેમને અન્ય પ્રકારની સારવાર લેવાની સલાહ ડૉક્ટર આપે છે

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Skype
Telegram
Rate this post
Dr. Harsh J Shah

Exclusive Health Tips and Updates